VIDEO: Banaskantha / ₹30 લાખની લૂંટમાં પેઢીનો જ પૂર્વ કર્મચારી નીકળ્યો માસ્ટરમાઈન્ડ, 5 આરોપીઓ ઝડપાયા
બનાસકાંઠાના ડીસા ટેટોડા લૂંટ કેસમાં ઇનસાઇડરનો ખેલ ખુલ્લો પડી ગયો છે. પેઢીમાં અગાઉ કામ કરનાર વ્યક્તિએ જ અંદરની માહિતીના આધારે સમગ્ર લૂંટનું કાવતરું રચ્યું હતું.પેઢીના કર્મચારી જીતેન્દ્રકુમાર ખરાડી ચાંદીના દાગીના લઈને ધાનેરા જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ગાડી રોકી લાકડીથી હુમલો કરી ત્રણ થેલામાં ભરેલા ચાંદીના દાગીના, લેપટોપ, સ્કેનર અને મોબાઇલ સહિત કુલ 30.36 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. તપાસમાં ખુલાસો થયો કે કાંકરેજના શિહોરી ગામનો ભરત લક્ષ્મણ ઉર્ફે લાખાભાઈ રબારી, જે અગાઉ પેઢીમાં નોકરી કરતો હતો, તેને દાગીનાની ડિલિવરી અને રૂટની સંપૂર્ણ માહિતી હતી. આ જ માહિતીના આધારે તેણે પોતાના સાગરીતો સાથે મળીને લૂંટનું કાવતરું રચ્યું હતું. પોલીસે જાવલથી ભડથ રોડ પર નાકાબંધી કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર છે.

