VIDEO: ઇકબાલગઢમાં દુકાનમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
સોર્સ : gstv
અમીરગઢના ઇકબાલગઢ હાઇવે પર આવેલી 'જયભારત ટ્રેડિંગ' નામની દુકાનમાં મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. પાલનપુરથી આવેલા ફાયર ફાઇટર્સે બે કલાકની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ જતાં દુકાન માલિકને અંદાજે ₹૧૦ થી ૧૫ લાખનું ભારે નુકસાન થયું છે.

