Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Farmers have no crops but worries

VIDEO/ Banaskanthaના ખેડૂતો પર ચિંતાનું માવઠું, ખાતરના ભાવમાં રુ.400નો ઉછાળો!

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Banaskantha News: ગુજરાતમાં રવિ પાક માટેની તૈયારી ચાલી રહી છે ત્યારે ખેડૂતના ખિસ્સા પર દબાણ વધારતું એક મોટું સંકટ ઉભું થયું છે. રાજ્યમાં વિવિધ રાસાયણિક ખાતરના ભાવમાં રુ.200થી રુ.400 જેટલો ઉછાળો નોંધાયો છે. ગુજરાત બનાસકાંઠા ખેડૂતોએ આ ભાવ વધારાને “મૌન લૂંટ” ગણાવી છે અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.

App Store

ગુજરાતના બજારોમાં હાલ DAP, NPK, તથા યૂરિયા જેવા રાસાયણિક ખાતર ઉપલબ્ધ તો છે, પરંતુ બજાર ભાવમાં ભારે ઊછાળો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, રોજ આવશ્યક વસ્તુઓ માફક ખેતઉપયોગી સામાનમાં પણ ભાવ વધારો થતો જાય છે. ક્યાંય ચોપડીઓમાં પાક વીમાની વાત હોય છે, તો ક્યાંય ભાડા ઉપરના નિયમ બદલાતા હોય છે. હવે તો ખાતર પણ પહોંચથી બહાર થઈ રહ્યું છે. રાજ્યભરના કૃષિ માર્કેટમાં હાલ DAP, NPK અને અન્ય ખાતર બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ જેમ મૌસમ નજીક આવે તેમ ભાવનો પારો ચડી રહ્યો છે.

ખાતરમાં થયેલા ભાવ વધારાનો વિસતૃત અંદાજ:

DAP ખાતર:

જૂનો ભાવ: રુ.1,350
હાલનો ભાવ: રુ.1,700થી રુ.1,800
વધારો: રુ.350 થી રુ.450 સુધી

NPK ખાતર:

જૂનો ભાવ: રુ.1,300
હાલનો ભાવ: રુ.1,500 થી રુ.1,650
વધારો: રુ.200 થી રુ.350

યૂરિયા ખાતર: હાલ ભાવ યથાવત છે, પણ સપ્લાય નીમિત્તે કમીના સમાચાર છે

સલ્ફર, પોટાશ અને ઝિંક મિશ્રિત ખાતર: દરેકમાં રુ.100 થી રુ.200નો સામાન્ય વધારો નોંધાયો

તો આ તરફ હવે ગુજરાતના ડાંગ, છોટાઉદેપુર, બનાસકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાના ખેડૂતોની ફરિયાદ ઉઠી રહી છે કે, ગામે ખાતર મેળવવા લાંબી લાઈનો છે, તો અન્યત્ર પૂરતી સપ્લાય જ નથી. બીજી તરફ, DAP, ખાતરનો જૂનો ભાવ રુ.1,300 હતો, જ્યારે હાલમાં ઘણા વિસ્તારોમાં તે રુ.1,700થી રુ.1,800 સુધીમાં વેચાય છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ખાતરના ભાવને નિયમિત કરે અને જરૂર પડે તો નિર્ધારિત દરે પૂરતા સ્ટોક ઉપલબ્ધ કરાવે.

હવે જોવું રહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આ પડકાર સામે શું પગલાં લે છે. કારણ કે, પાક ઉત્પાદનના બધાં ખર્ચમાં સૌથી મોટો ફાળો ખાતરનો છે, અને જો ખાતર જ ખેડૂતોને પહોંચી શકે નહિ, તો ખેતી કરવી હજુ વધુ મુશ્કેલ બની જશે, આમ બનાસકાંઠા સહિત ગુજરાતભરના ખેડૂતો ખાતરમાં કરાયેલ ધડખમ ભાવ વધારા સામે નારાજ જોવા મળી રહ્યા છે.