VIDEO: વાવ-થરાદમાં ખેડૂત હિતની પદયાત્રા: ગેનીબેન ઠાકોરે સત્તા પરિવર્તનની અપીલ
સોર્સ : gstv
વાવ-થરાદ જિલ્લામાં ખેડૂતોના હિતમાં જનપ્રતિનિધિઓની પદયાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું હતું.ગેનીબેન ઠાકોરે કહ્યું કે ચૂંટણી વખતે પક્ષાપક્ષી કરજો, પરંતુ હવે એક વખત પરિવર્તન અજમાવો. રાજસ્થાનના ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે પાંચ વર્ષ કોંગ્રેસ અને પાંચ વર્ષ ભાજપ આવે તોય હિન્દુત્વ મટી નથી જતું. તેમણે ખેડૂતો અને પશુપાલકોને અપીલ કરી કે સત્તા પરિવર્તનથી તેમના હિતમાં સારા નિર્ણયો લેવાશે અને ઉત્પાદન વધશે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે તેમણે વિકલ્પ અપનાવવાની હાકલ કરી છે.

