VIDEO: ભરચોમાસે વાવ-થરાદ પંથકમાં પીવાનું પાણી ઠપ્પ: સરપંચોએ આપી રાજીનામા અને ઉપવાસની ચીમકી
સોર્સ : gstv
બનાસકાંઠાના વાવ-થરાદ અને સુઈગામ પંથકમાં ભરચોમાસે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના જ મતવિસ્તારમાં આવેલા ઊંચોસણ, ગોલપ, રાછેણા, નેસડા અને ચંદનગઢ સહિતના અનેક ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જે થોડું પાણી આવે છે તે પણ અત્યંત ખારાશવાળું હોવાથી પીવાલાયક નથી. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં વાવ અને ધરણીધર તાલુકાના સરપંચોએ તંત્રની મનમાની સામે મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સરપંચોએ "પાણી નહીં તો અમે નહીં"ના નારા સાથે સામૂહિક રાજીનામા આપવાની અને ટૂંક સમયમાં જ ઉપવાસ આંદોલન શરૂ કરવાની કડક ચીમકી ઉચ્ચારી છે.

