VIDEO: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના સાથે ભક્તિમય પ્રારંભ
સોર્સ : gstv
નવલા નોરતાના પાવન પ્રારંભ સાથે જ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઇભક્તોનો અપ્રતિમ ઘસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન અને આરાધના કરવા માટે અંબાજી ધામ પહોંચ્યા છે. મંદિરના તમામ પ્રવેશ દ્વાર માઇભક્તોની લાઇનથી ઉભરાઇ ગયા છે અને સમગ્ર અંબાજી પરિસર 'જય જય અંબે'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં પરંપરાગત રીતે પવિત્ર સરસ્વતી નદીનું જળ લાવીને વિધિવત ઘટ સ્થાપના કરવામાં આવી હતી. આ વિશેષ પૂજા વિધિમાં મંદિરના ચેરમેન અને વહીવટદાર સહિતના અધિકારીઓ જોડાયા હતા. ચારેય તરફ દિવ્ય અને ભક્તિમય માહોલ વચ્ચે ભક્તો માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.

