Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Congress MP Geniben Thakor and state government ministers met together on stage in Tharad

Banaskantha news: થરાદમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્ય સરકારના મંત્રી એકસાથે મંચ પર મળ્યા જોવા

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: થરાદમાં  કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્ય સરકારના મંત્રી એકસાથે મંચ પર મળ્યા જોવા
સોર્સ : gstv

બનાસકાંઠાના થરાદ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર હાજર રહ્યા હતા. સમાજને મોંઘવારીના ખર્ચમાંથી બચાવવા માટે આ ખાસ બંધારણ ઘડવામાં આવ્યું છે…..મુખ્ય નિર્ણયોમાં લગ્ન પ્રસંગોએ ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

App Store

દીકરાના લગ્નમાં પુત્રવધૂ માટે કડલા પ્રથા બંધ કરો

દીકરાના લગ્નમાં પુત્રવધૂ માટે કડલા પ્રથા બંધ કરીને માત્ર ઝાંઝરી, મંગળસૂત્ર અને બુટ્ટી લઈ જવાનો નિયમ ઘડાયો છે. ઉપરાંત, લગ્નના ભોજનમાં VVIP ભોજનની જગ્યાએ કઠોળ અને શાકભાજી જેવા સાદા ભોજન રાખવાનો અને જાનમાં માત્ર ૧૧ ગાડીઓ લઈ જવાનો નિર્ણય લેવાયો છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે યુવક-યુવતીઓને મૈત્રી કરાર થી દૂર રહેવા માટે કડક ટકોર કરી હતી અને માતાજીના ભૂવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવાની આકરી ટીકા કરી હતી. તેમણે યુવાનોને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાથી દૂર રહેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

ટોપિક્સ:geniben thakorgstvgujarat