Banaskantha: એક તરફ સીએમ દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, તો બીજી તરફ ખેડૂત આગેવાનોની અટકાયત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લામાં સુઇગામ અને નડાબેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. 1.83 કરોડ ના ખર્ચે બનેલ નવીન બસ સ્ટેશનનું લોકપર્ણ કર્યું હતું.અને સુઇગામ બસ ડેપો નવીન બસો ને આપી લીલીઝંડી આપી હતી. સાથે જ સાથે જ ધાનેરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. ડીસા ખાતે જિલ્લા કક્ષાની 80 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત સીએમના હસ્તે કરાયું હતું.
તો બીજી બાજુ સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા પહોંચે એ પહેલા જ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આગથળા-ધાનેરા રોડ મુદ્દે ખેડૂત આગેવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના હતા પરંતુ તેઓ ફરિયાદ કરે એ પહેલાજ તેમની અટકાયત કરવામાં આવી હતી. આગથળા-ધાનેરા રોડ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ હતો અને ખેડૂતોએ ખાઈ ગયા રે, અમારો રોડ ખાઈ ગયા!” ના નારા સાથે આક્રોશ ઠાલવ્યો હતો. CM ભુપેન્દ્ર પટેલના બનાસકાંઠાની મુલાકાતની આગમચેતીના ભાગરુપે દોલાભાઈ ખાગડા સહિત અનેકની અટકાયત કરી હતી. પાલનપુરથી ભરતભાઈ કરેણ, વાવથી રામસિંહ રાજપૂત, દિયોદરથી અમરાભાઈને નજરકેદ કરવામાં આવ્યા હતા.

