મુંબઈ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, આરોપીઓને ફટકારી નોટિસ

સોર્સ : GOOGLE
સુપ્રીમ કોર્ટે વર્ષ 2006 મુંબઈ બ્લાસ્ટ કેસમાં છૂટા કરાયેલા 12 આરોપીઓને છોડવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. મુંબઈમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સોમવારે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જે બાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. રાજ્ય સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં હાલ હાઈકોર્ટના આદેશ ઉપર રોક લગાવી છે.
11 જુલાઈ, 2006ના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં એક પછી એક 7 વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 189 લોકોના મોત થયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. 19 વર્ષથી આ ઘટનાના પીડિતો ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હાઈકોર્ટે 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

