VIDEO: બનાસકાંઠા: અંબાજીમાં અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન જયંતિની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા નીકળી
સોર્સ : gstv
પ્રસિદ્ધ શ્રદ્ધાધામ અંબાજીમાં અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે પ્રથમ નવરાત્રીએ આ જયંતી મનાવવામાં આવે છે, જેમાં અંબાજીમાં વસતા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા....આ અવસરે રાધાકૃષ્ણ મંદિરથી અગ્રવાલ ભવન સુધી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં સમાજના ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગરબા તથા ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે અગ્રવાલ ભવન ખાતે છેલ્લા પાંચ દિવસથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા...

