VIDEO: બનાસ ડેરીનો પશુપાલકોને રૂ.2946 કરોડનો ઐતિહાસિક ભાવફેર
સોર્સ : gstv
રક્ષાબંધન પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે રૂ.2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી છે. સણાદર ખાતે યોજાયેલી 58મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં 18.04 ટકાના ભાવવધારાની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લો હવે દર મહિને પશુપાલકોના ખાતામાં રૂ.1,422 કરોડ જમા કરાવતો વિશ્વનો પ્રથમ જિલ્લો બન્યો છે. ડેરીનું ટર્નઓવર રૂ.24 હજાર કરોડે પહોંચ્યું છે. સભામાં સણાદર ખાતે 150 મેટ્રિક ટનના દૂધ પાવડર પ્લાન્ટ અને ભીલડી ખાતે અદ્યતન સંવર્ધન કેન્દ્રની જાહેરાત પણ કરવામાં આવી હતી. મહિલા પશુપાલકોનું સન્માન કરી પશુપાલક બહેનોએ ચેરમેનને રાખડી બાંધી આભાર વ્યક્ત કર્યો હતો.

