VIDEO: સાવરકર પ્રશ્ન વિવાદને લઈને શિક્ષકના સસ્પેન્શન સામે બનાસકાંઠામાં વિરોધ
સોર્સ : gstv
કેરળના કાસરગોડમાં સ્કૂલની ‘ફ્રીડમ ક્વિઝ’માં સાવરકર સાથે જોડાયેલા પ્રશ્નને લઈને વિવાદ બાદ શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરાયા હતા, આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત-કોલેજ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શિક્ષકનું સસ્પેન્શન તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. સંગઠને શિક્ષકોની શૈક્ષણિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમજ ગૌરવની રક્ષા કરવાની રજૂઆત કરી છે. ઐતિહાસિક વ્યક્તિત્વો અંગે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા અને વિવિધ ઐતિહાસિક દૃષ્ટિકોણ સમજવાની તક મળવી જોઈએ, જ્યારે ભૂલ હોય તો સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જોઈએ તેવી માંગ કરાઈ છે.

