Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Ambaji trader attack case: Police reconstruct the scene

VIDEO: અંબાજી વેપારી હુમલો કેસ: પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજીમાં ગત ૧૫ તારીખે વેપારી મુરારી અગ્રવાલ પર સરપંચના પતિ હેમંત દવેએ બહારથી ગુંડાઓ બોલાવીને જીવલેણ હુમલો કરાવ્યો હતો. હુમલાખોરો વેપારીને માર મારી, રૂ. ૧૦,૦૦૦ની લૂંટ ચલાવી વરના કારમાં ફરાર થઈ ગયા હતા. વેપારીની ફરિયાદના આધારે બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સરપંચ પતિ સહિત તમામ ૭ આરોપીઓની ધરપકડ કરી હતી.ગઈકાલે કોર્ટે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે આજે ૧૭ તારીખે અંબાજી પોલીસે ૭માંથી ૬ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

App Store