Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Panchayat member's husband attacked in Ambaji, uninherited car found in forest

VIDEO: અંબાજીમાં પંચાયત સભ્યના પતિ પર હુમલો, જંગલમાંથી બિનવારસી કાર મળી

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના અંબાજીમાં તાલુકા પંચાયતના સભ્યના પતિ પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. અંબાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા અરુણાબેન અગ્રવાલના પતિ મુરારી અગ્રવાલ જ્યારે રાત્રે ઘરે જમવા જઈ રહ્યા હતા, ત્યારે  ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલાખોરો ગુનો આચરીને નાસી છૂટ્યા હતા. બાદમાં ઘટનાસ્થળેથી આઠ કિલોમીટર દૂર જંગલમાંથી તે બિનવારસી કાર મળી આવી હતી, જેમાંથી દારૂની બોટલો અને વાહનની નંબર પ્લેટ પણ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ અંબાજી અને દાંતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.  

App Store