Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Ambaji Gabbar's ropeway service closed for 6 days, know why

Banaskantha: અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ, જાણો કઈ તારીખથી ફરી થશે શરૂ

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Banaskantha: અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ, જાણો કઈ તારીખથી ફરી થશે શરૂ
સોર્સ : GSTV

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેના વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને પગલે વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવાયો છે.  

App Store

23 ફેબ્રુઆરી 2026 થી 28 ફેબ્રુઆરી 2026 સુધી રોપ-વે સેવા બંધ રહેશે અને 1 માર્ચ 2026થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

રોપ-વે સેવા બંધ હોવા છતાં માતાજીના દર્શન માટે ગબ્બર પર જવા પર કોઈ પ્રતિબંધ નથી. જે ભક્તો આ 6 દિવસ દરમિયાન અંબાજી પહોંચશે, તેઓ ગબ્બર પર્વતના પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકશે.