આગામી 6 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપ વેની સુવિધા બંધ, જાણો કેમ

અંબાજી ધામમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 6 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપ વેની સુવિધા બંધ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી ધામમાં રોપ વેની સુવિધા આગામી મહિનામાં 6 દિવસ માટે બંધ રાખવામાં આવશે. અંબાજી ધામમાં રોપ વેની વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. આવનારા મહિનામાં 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપ વેની સુવિધા બંધ રહેશે.
યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકે છે. રોપ વેની વાર્ષિક સાર સંભાળ પરિપૂર્ણ થયા બાદ ફરી સેવા ચાલુ કરવામાં આવશે. તારીખ 9 માર્ચથી ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

