VIDEO: અમીરગઢમાં ચાંદીપુરા વાયરસથી ૧૦ વર્ષીય બાળકનું મોત
સોર્સ : gstv
અમીરગઢ તાલુકાના કાનપુરા હોલીવાસ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. તા. ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ તાવ, પેટનો દુખાવો અને ઉલટીની ફરિયાદ સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૧૦ વર્ષીય મગનભાઈ શીનાભાઈ ગમારનું ચાંદીપુરા લક્ષણો સાથે મોત નીપજ્યું છે.વાલીઓએ અધૂરી સારવાર છોડીને ડોક્ટરની રજા વગર બાળકને ઘરે લઈ આવ્યા હતા. બાળક દસેક દિવસ પહેલા અમીરગઢના રબારીયા ગામે મામાને ત્યાં ગયેલો. આરોગ્ય વિભાગે ચાર ટીમોની રચના કરીને ૩૮ કાચા મકાનોમાં સર્વેલન્સ, ડસ્ટિંગ અને ફોકલ સ્પ્રે કર્યું છે. હાલ કોઈ નવા શંકાસ્પદ કેસ નથી, પરંતુ વિસ્તારમાં ૧૦ દિવસ સુધી સર્વેલન્સ ચાલુ રહેશે.

