Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : 6 accused arrested in the murder case of a young man from the Chaudhary community in Palanpur

Banaskantha news: પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનની હત્યા કેસમાં 6 આરોપી ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનની હત્યા કેસમાં 6 આરોપી ઝડપાયા
સોર્સ : GSTV

 Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનની હત્યાના ચકચારી બનાવમાં પોલીસને મળી સફળતા. પૈસાની લેતીદેતીના વિવાદમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 6 આરોપીઓને ઝડપી લીધા છે.ઘટના 20 ડિસેમ્બર 2025ના રોજ પાલનપુરની રામદેવ હોટલ નજીક બની હતી. ત્યારબાદ પોલીસે ઝડપી તપાસ કરી આરોપીઓને પકડી પાડ્યા છે.

App Store

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.પૈસાની લેતીદેતીના વિવાદને લઈને આરોપીઓએ લોખંડની પાઈપ, તલવાર અને લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો. મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિતના આરોપીઓએ ભરતભાઈ પર જીવલેણ હુમલો કરતા તેમનું મોત થયું હતું. ઘટનામાં નિતિનભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ કારને નુકસાન પહોંચાડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા, જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ, સાયબર ક્રાઈમ સહિત 10 ટીમો બનાવવામાં આવી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરાને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યો. અન્ય આરોપીઓની પણ અલગ-અલગ સ્થળોથી ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરીઆરોપીઓને પકડી પાડતા પંથકમાં શાંતિનો શ્વાસ લેવાયો છે.હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે..