Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Attempted robbery at jewelers in broad daylight

સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, દુકાનમાં ઘુસેલા શખ્સોએ બેનાં કાપ્યાં ગળાં

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, દુકાનમાં ઘુસેલા શખ્સોએ બેનાં કાપ્યાં ગળાં

સુરતમાં ગુનાગોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે આવેલા 3 ઈસમોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેથી દુકાનમાંથી પ્રતિકાર કરનારા બે વ્યક્તિના તિક્ષ્ણ હથિયારથી ગળાં કાપીને 3 પૈકી બે આરોપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી છે.

App Store

આ પણ વાંચોઃસુરતમાં 7માં માળેથી કુદીને યુવકે કર્યો આપઘાત, UPSCમાં 1 માર્કથી નાપાસ થતાં ભર્યુ પગલું

બેને કર્યા લોહીલુહાણ

ભેસ્તાન વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો. બપોરના 2થી 2.30 વાગ્યાની આસપાસ 3 લૂંટારૂઓ તિક્ષ્ણ હથિયારો સાથે ઘુસી આવ્યાં હતાં. જેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેથી દુકાનમાં રહેલા એક આધેડ વયના વ્યક્તિ અને કારીગર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જો કે, લૂંટારૂઓએ તેમના ગળા પર તિક્ષ્ણ હથિયાર ફેરવી દીધા હતાં. જેથી તેઓ બન્ને લોહીલુહાણ થઈ ગયા હતાં. 

લોકોએ એકને ઝડપ્યો

લૂંટની ઘટનાથી બૂમાબૂમ મચી ગઈ હતી. જેથી સ્થાનિકો દોડી આવ્યા હતાં. બન્ને ઈજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધી દઈને હોસ્પિટલ ખસેડ્યા હતાં. લૂંટારા 3 પૈકી એકને ઝડપી લીધો હતો. બાદમાં દોડી આવેલી પોલીસના હવાલે શંકાસ્પદ લૂંટારૂને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ સમગ્ર લૂંટના બનાવ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે