Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Water line leakage for four days, thousands of liters of water wasted

Aravalli: તંત્ર ઘોર નિદ્રામાં; ચાર દિવસથી પાણીની લાઇન લીકેજ, હજારો લીટર પાણીનો વેડફાટ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં  તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નગરના મુખ્ય માર્ગ પર ટેલીફોન ઓફિસની સામે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા ચાર દિવસથી પાણી નદીઓની જેમ વહી રહ્યું છે.

App Store

મળતી માહિતી મુજબ, મેઘરજ નગરમાં UGVC દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી દરમિયાન અચાનક પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ટેલીફોન ઓફિસની બિલકુલ સામે મુખ્ય માર્ગ પર થયેલા આ ભંગાણને કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે.  છેલ્લા ચાર દિવસથી સતત પાણીનો વ્યય થઈ રહ્યો છે, પરંતુ મેઘરજ ગ્રામ પંચાયત આ બાબતે તદ્દન અજાણ હોય તેમ ઘોર નિદ્રામાં પોઢી રહી છે.