Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Villagers of Santhaba in Aravalli boycott elections, demand no bridge, no vote

VIDEO: અરવલ્લીના સાંઠબાના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, પુલ નહીં તો વોટ નહીંની કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ગરમાવો શરૂ થયો છે ત્યારે મતદારો પણ આ સમયે પોતાની માંગણીઓ માટે તંત્રને જાગૃત કરવા કાર્યક્રમો આપતા હોય છે ત્યારે સાઠંબા તાલુકાના બાદરપુરાના રહીશોએ પુલની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે ,બાદરપુરા સહિત આગળ ના અન્ય આઠ થી દસ ગામોના લોકોની અવર જવર બાદરપુરા ગામે આવેલા આ પુર પરથી થાય છે.

App Store

 ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું

આ પંથકના દરેક ગામના લોકોને પોતાના કામકાજ અર્થે ગાબટ જવું પડે છે, વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવાનું હોય ,ખેડૂતોને ખેતીકામ હોય,બીમાર દર્દીઓ હોય,ઘરના કામકાજ હોય તમામ કામો માટે દરરોજ ગાબટ જવું પડે છે ,ત્યારે ચોમાસા સમયે આ વાંઘુ ભરાઈ જાય છે.   ચોમાસામાં દસ કરતા વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બને છે સ્થાનિક અગ્રણીઓએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી છે, પણ તંત્ર ગ્રામજનોની વાત ધ્યાને લેતું નથી ,ત્યારે હાલ સ્થાનિક સ્વરા ની ચૂંટણીઓનો માહોલ છેય ત્યારે ગ્રામજનો એ બાદરપુરા ગામે આવેલ વાંઘા માં ઉભા રહી સૂત્રોચ્ચાર કરી પુલની માંગ કરી છે અને જો પુલની માગના સ્વીકારાય તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.