Video: સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો નકલી દૂધ મુદ્દે આક્રમક મૂડમાં, યોગ્ય તપાસ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
સોર્સ : GSTV
સાબરકાંઠા અને અરવલ્લીમાં નકલી દૂધને લઇ પશુપાલકોમાં રોષ છે. પશુપાલક સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાબરડેરી સહિત નકલી દૂધ પ્રકરણમાં ચોક્કસ અને તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. પશુપાલક આગેવાનોએ પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે તેમજ ડેરીમાં આવતા નકલી દૂધ મામલે એસઆઈટી રચી સઘન તપાસ કરવાની માંગ કરી છે. આગામી દિવસોમાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો નકલી દૂધ મામલે ચોક્કસ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

