Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Shock as cash worth Rs 1 crore seized from Shamlaji's Ansol border

VIDEO: શામળાજીની અણસોલ બોર્ડર પરથી 1 કરોડની રોકડ ઝડપાતા ચકચાર

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજી પાસેથી અધધ રૂપિયા એક કરોડની રોકડ પોલીસે ઝડપી લેતા ચકચાર મચી છે. શામળાજી પોલીસે શામળાજીના અણસોલ બોર્ડર પાસેથી વૅન્યૂ કારના બોનેટમાં કપડાની થેલીમાં સંતાડી મૂકેલા રૂપિયા એક કરોડ કરોડ અને પાંચ લાખની રોકડ સાથે એક આરોપી ઝડપાયો છે. પોલીસે કાર, રોકડ અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

App Store

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીની અણસોલ બોર્ડર પર વાહન ચેકિંગ દરમ્યાન શામળાજી પોલીસે તપાસ કરતા એક કારના બોનેટમાં કપડાની થેલીમાં રોકડા એક કરોડની રોકડ ઝડપાઈ હતી. પોલીસે આ કારમાંથી રકમની સાથે બાંધકામના ધંધા સાથે સંકળાયેલા ડુંગરપુરના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 500ના દરની 21 હજાર નંગ નોટ જપ્ત કરી પોલીસે આરોપી સામે કાયદેસરના પગલાં ભરી વધુ તપાસ હાથ ધરી છે.