VIDEO: અરવલ્લીના ભિલોડાનો ધોધ જીવંત બનતા જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્યો
સોર્સ : GSTV
ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લીમાં પણ મેઘ મહેર સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે. ભિલોડામાં પડેલા ભારે વરસાદથી સિઝનમાં પ્રથમ વખત સુનસર ધોધ જીવંત બન્યો છે.
સુનસરના ધરતી માતાના મંદિર પાસે આ ધોધ વહે છે
સુનસરના ધરતી માતાના મંદિર પાસે આ ધોધ વહે છે. ઉલ્લેખનીય છે કે સુનસર ધોધ ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાય છે. કુદરતના ખોળે વસેલા સુનસર ગામે ધોધ જીવંત થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

