Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : North Gujarat's Mini Kashmir, Sunsar Falls of Aravalli comes alive

VIDEO: ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર, અરવલ્લીનો સુણસર ધોધ થયો જીવંત

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લીના ભિલોડામાં આવેલો સુણસર ધોધ ભારે વરસાદને કારણે વધુ એક વખત જીવંત થયો છે. ગત રાત્રી દરમીયાન ભિલોડામાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વરસાદના પાણી ચારેબાજુ વહેતા થયા છે. એવામાં આ ધોધ પણ વહેતો થયો છે.

App Store

સુણસર ધોધ થયો વહેતો

વરસાદને કારણે સુણસર ગામે ડુંગર પરથી 200 ફૂટ ઉંચાઈથી પડતો આ ધોધ ફરી એક વખત વહેતો થયો છે. ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં આ ધોધ વહે છે. ધોધ વહેતા અને ચારે બાજુ વરસાદને કારણે લીલોત્રી છવાઈ જતાં કુદરતના ખોળે સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે.  

મીની કાશ્મીર તરીકે ઓળખાય છે આ ધોધ

સુણસર ધોધ, ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાય છે. અહીં પ્રકૃત્તિની સુંદરતાને નિહાળવા દુરદુરથી સહેલાણીઓ ઉમટી પડે છે.