VIDEO: માલપુરમાં મંદિરમાંથી ગાંજા છોડ અને સૂકા ગાંજા સાથે ત્રણ ઝડપાયા
સોર્સ : gstv
માલપુર તાલુકાના ઉભરાણ ગામે આવેલ શૂલપાણેશ્વર મંદિરમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ અંગેની અરજી મળતાં પોલીસે મોટી રેડ પાડી છે. માલપુર પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી મંદિરમાંથી 6 લીલા ગાંજાના છોડ તેમજ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 11.397 કિલોગ્રામ ગાંજા સાથે રૂ. 5.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મંદિરના ત્રણ પૂજારીઓ સહિત કુલ 4 વહીવટકર્તાઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

