Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Society residents allege bullying of retired DY-SP in Modasa town

VIDEO: મોડાસા શહેરમાં નિવૃત્ત DY-SPની દાદાગીરીનો સોસાયટીના રહીશોનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી પાવન સીટી સોસાયટીના રહીશોએ જિલ્લા પોલીસ વડાને એક મહત્વની રજુઆત કરી છે. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે ત્યાં જ રહેતા એક નિવૃત્ત ડીવાયએસપી દ્વારા તેમની સામે સતત દાદાગીરી કરવામાં આવી રહી છે. રહીશોએ વધુમાં જણાવ્યું છે કે આ નિવૃત્ત અધિકારી તેમને ખોટી રીતે હેરાન-પરેશાન કરે છે અને નાની-નાની બાબતોમાં ખોટી ફરિયાદો કરીને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. આ પ્રકારના ત્રાસ અને માનસિક હેરાનગતિથી કંટાળીને ન્યાયની માંગ સાથે પોલીસ વડાના દ્વાર ખખડાવ્યા છે.

App Store