VIDEO: અરવલ્લીમાં સનાતન સભા, પ્રવીણ તોગડિયાએ હિન્દુ સમાજને કર્યા આહવાન
સોર્સ : gstv
અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં સનાતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. માલપુર, મેઘરજ અને મોડાસા ખાતે યોજાયેલી સનાતન સભામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. સભા દરમિયાન ગામડે ગામડે હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ કરવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડૉ. પ્રવીણ તોગડિયાએ દશેરાના દિવસે દરેક હિન્દુએ શસ્ત્ર પૂજન કરવું જોઈએ તેવું આહવાન કર્યું હતું. ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન દરેક ઘરમાં ગણપતિનું ચિત્ર બનાવવા પણ તેમણે અપીલ કરી હતી. સનાતન ધર્મ અને ધાર્મિક પરંપરાઓને લઈને સભામાં વિવિધ મુદ્દાઓ પર સંબોધન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.

