VIDEO: અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટની કમિટીની સઘન તપાસ: સ્થળ નિરીક્ષણ હાથ ધરાયું
સોર્સ : gstv
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીએ અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થળ તપાસ શરૂ કરી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા બાદ આ કમિટી અરવલ્લીના ભિલોડામાં પહોંચી હતી, જ્યાં ગેરકાયદે ખનન અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાની ફરિયાદોના સંદર્ભમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે....કમિટી દ્વારા ભિલોડા તાલુકાના કુડોલ પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી માઇનિંગ લીઝના રિન્યુઅલ અને ખનન પ્રવૃત્તિઓ પર હાલ રોક યથાવત છે. આ તપાસ બાદ કમિટી આગામી ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો આખરી અહેવાલ રજૂ કરશે, જ્યારે આ મામલે આગામી સુનાવણી ૨ ડિસેમ્બરે યોજાશે.

