VIDEO: અરવલ્લીના મોડાસા પાસે ગોઝારો હીટ એન્ડ રન: ટક્કર વાગતાં એક્ટિવા ૩૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી!
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાકરિયા પાસે એક કરુણ હીટ એન્ડ રન અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નીપજ્યું છે. દિવ્યાંગ બાબુ ખાંટ અને ઉમેશ તરાર પોતાની થ્રી-વ્હીલર એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા રસ્તા પરથી ફંગોળાઈને અંદાજે ૩૦ ફૂટ ઊંડા ખાડામાં જઈ ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં એક્ટિવા પાછળ બેઠેલા ઉમેશ તરારનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું અને ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક બાબુ ખાંટને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

