Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Farmers angry over shortage of urea fertilizer

Aravalli: યુરિયા ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ, રાજસ્થાનમાં વેંચાણનો લગાવ્યો આરોપ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની તીવ્ર અછત અને વિતરણમાં થતી ગેરરીતિઓને કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સંઘ વિતરણ કેન્દ્ર પર ખાતર મેળવવા માટે આજે સવારથી જ સેંકડો ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી.કલાકો સુધી રાહ જોયા બાદ, ખેડૂતોએ  'આજે રજા છે'નું બોર્ડ જોયુ જે બાદ તેઓ ગુસ્સે થયા અને અને તાળું તોડી નાખ્યું. જે બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે આ યુરિયા રાજસ્થાનમાં વેંચવામાં આવે છે. છેલ્લા 15 દિવસથી ખાતર મેળવવવા માટે આફરાતફરીની સ્થિતિ છે.મેનેજરે જણાવ્યું કે, બે ગાડી સરકારી સ્ટોક રિલીઝ થતાં હવે વહેંચણી શરૂ થશે.

App Store