VIDEO: ભાદરવી પૂર્ણિમાએ શામળાજીમાં દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમા અને શ્રાદ્ધ પક્ષના પ્રથમ દિવસે ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના મોક્ષ અને સદ્ગતિ માટે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ પદયાત્રા કરીને ધામ ખાતે પહોંચ્યા હતા. ભક્તો માટે રસ્તામાં ઠેર-ઠેર વિસામાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા મંદિરના દ્વાર નિયત સમય કરતાં એક કલાક વહેલા ખોલવામાં આવ્યા હતા. ભાદરવી પૂનમના આ પવિત્ર દિવસે એક લાખથી પણ વધુ માઈભક્તો અને શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી…

