અરવલ્લી: ભિલોડામાં 3 માસ પૂર્વે વિદ્યાર્થીએ કરી હતી આત્મહત્યા, શિક્ષક પર નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો

અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કેટલાક સમય પહેલા એક શિક્ષકની દુષ્પ્રેરણાથી એક વિદ્યાર્થીએ કેનાલમાં કુદીને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ મૃતકને ન્યાય આપવા માટે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધો 12ના વિદ્યાર્થીએ ત્રણ માસ પૂર્વે આપઘાત કર્યો હતો. શિક્ષકની દુષ્પ્રેરણાથી મરવા સુધી મજબૂર થયેલા વિદ્યાર્થીએ, ગત 28 સપ્ટેમ્બરે જુના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસી ડેમમાં ડૂબકી મારતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : ઓગડ જિલ્લાની માંગને લઈને ગાંધીનગરમાં બેઠક બાદ પણ અનશન ચાલુ
જેને પગલે વિદ્યાલયના શિક્ષક કે.ડી ભુધરા સામે નોંધાઇ દુસ્પ્રેરણ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ન્યાયની માંગ કરી હતી. મૃતક દીપકસિંહ ગુણાવતના મોત પાછળ શાળાના શિક્ષક જવાબદાર હોવાના પરિવારજનો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા હતા. ભિલોડા પોલીસે શિક્ષક કે.ડી ભુધરા સામે દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

