Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another exam paper leaked from Ahmedabad

અમદાવાદમાંથી વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું!, સરખેજની પ્રાથમિક શાળામાં ઉમેદવારોનો હોબાળો

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાંથી વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું!, સરખેજની પ્રાથમિક શાળામાં ઉમેદવારોનો હોબાળો

અમદાવાદમાં વધુ એક પેપર ફૂટ્યાનો ઉમેદવારો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર હતું, શહેરના સરખેજ વિસ્તારમાં કુવૈસ પ્રાથમિક- માધ્યમિક શાળામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. ત્યાં 12.30 વાગ્યા સુધી પણ પરીક્ષા શરૂ થઈ નહોતી. 

App Store

શહેરમાં 311 સેન્ટરો પર પરીક્ષા યોજાઈ 

718 જુનિયર ક્લાર્કની જગ્યા માટેની 1.10 લાખ કરતા વધુએ લેખિત પરીક્ષા આપી હતી. શહેરમાં 311 સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી. તંત્રએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે  4 વાગ્યા સુધીમાં omr આન્સર શીટ અપલોડ કરવાની ખાતરી અપાઈ છતાં અમુક ઉમેદવારોએ પરીક્ષા ન આપી અને અન્યોને આપવા પણ નહોતી દીધી

ઉમેદવારોએ હોબાળો પણ મચાવ્યો 

ઉમેદવારોએ હોબાળો પણ મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પેપર ફૂટ્યા હતા, જેમાં ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાટણ: રાધનપુરમાં હૉસ્પિટલ ચલાવતો ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો, નિ:સંતાન દંપત્તિને શિશુ વેચવાનું મસમોટુ કૌભાંડ

 સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી હતી. 612 જગ્યાઓ ભરવા માટે આ પરીક્ષા યોજવામાં આવી હતી. 15 માર્ચનાં રોજ ફોર્મ ભરવામાં આવ્યા હતા.