GST કૌભાંડ કેસ પકડાયેલ પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ

અમદાવાદ: શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા GST કૌભાંડનો મામલો મોટી કાર્યવાહી કરવામાં આવી છે. GST કૌભાંડ મામલે પત્રકાર મહેશ લાંગા સહિતના અનેક લોકોની ધરપકડ કરાઈ હતી.
GST કૌભાંડ કેસમાં આરોપીઓની તપાસમાં અનેક ખુલાસા થયા છે. ગાંધીનગરમાં પણ પત્રકાર મહેશ લાંગા સામે ફરિયાદ નોંધાઈ હતી.
ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મહેશ લાંગા સામે 28 લાખની ઠગાઇ કેસમાં ફરિયાદ નોંધાઈ છે. GST દ્વારા મહેશ લાંગા વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી.
GST કૌભાંડ કેસમાં 7 ઓકટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં પત્રકાર મહેશ લાંગાઘરેથી 20 લાખ રોકડ અને દસ્તાવેજ મળી આવ્યા હતા. GST કૌભાંડને લઈને ભાવનગર, સુરત, રાજકોટ, અમદાવાદ સહિતની જગ્યાઓમાં દરોડા પાડ્યા હતા. 220 જેટલી બોગસ કંપનીઓ અંગે કરાઈ તપાસ ચાલી રહી છે.
ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની કંપની મહેશ લાંગાની પત્ની, પિતરાઈ ભાઈ અને સિક્યુરિટી ગાર્ડના નામે છે. 2023માં મેના લાંગા નામે એક કંપની શરૂ કરી હતી. મહેશ લાંગા દ્વારા છેલ્લા બે વર્ષમાં 20 કરોડનું કોભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
GST કૌભાંડ કેસ અત્યાર સુધી 17 આરોપીઓની ધરપકડ
રાજ્યમાં GST કૌભાંડ કેસ અત્યાર સુધી 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 2022-23માં તેણે પોતાની આઈટીમાં આવક 9 લાખ જેટલી અને પત્નીની 6 લાખ જેટલી આવક બતાવી છે. અન્ય ફરિયાદમાં 28 લાખ લઈને કામ ન કરાવી ઠગાઈ આચરી હોવાનું કહેવાયું છે. ખુશી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર પ્રણવ શાહ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે મહેશ લાંગાના ફોન, લેપટોપ સહિતની દસ્તાવેજો પણ કબજે કર્યા છે.

