AMCમાં નોકરી અપાવાના કૌભાંડ મુદ્દે તપાસમાં થયો વધુ એક ધડાકો

સોર્સ : GSTV
AMCમાં નોકરી અપાવા રૂપિયા પડાવતી ગેંગના મુખ્ય સાગરિત વિજય વાઘેલા સામે અમદાવાદ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
AMCમાં બોગસ નોકરી અપાવાના કૌભાંડ મુદ્દે તપાસ હવે તેજ ચાલી રહી છે. તપાસ દરમિયાન રીક્ષા ચાલકને AMCમાં એસ.આઈની નોકરી આપવા માટે રૂપિયા લઈ ખોટા લેટરો બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં, કૌભાંડ ઝડપાઇ જવાના ડરથી પુરાવાનો નાશ કરવા ભોગ બનનાર લોકો પાસેથી કોલ લેટર લઈ તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
આ કેસમાં સુરેન્દ્રનગર બાદ હવે અમદાવાદ નરોડા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે, AMCમાં નોકરી અપાવાનું કૌભાંડ રાજ્યવ્યાપી થઈ ગયું છે. જેમાં 40થી વધુ બેરોજગાર લોકો નોકરી મેળવાની લાલસામાં ભોગ બની ગયા હતા. આ મામલાની હાલ તપાસ ચાલી રહી છે.

