Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: BJP's saffron in Umreth by-election! Harshad Parmar's landslide victory by 30,500 votes

VIDEO: ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો કેસરિયો! હર્ષદ પરમારનો 30,500 મતોથી પ્રચંડ વિજય

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવતી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના પ્રતિસ્પર્ધીને 30,500 મતોની વિશાળ સરસાઈથી હરાવીને શાનદાર વિજય નોંધાવ્યો છે. આ વિજય સાથે જ ભાજપે પોતાની આ પરંપરાગત બેઠક સુરક્ષિત રાખી છે.

App Store

મતદાન અને વિજયનું ગણિત
ઉમરેઠ બેઠક પર કુલ 59.4 ટકા મતદાન થયું હતું. શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર લીડમાં રહ્યા હતા, જે અંત સુધી જળવાઈ રહી હતી. રાજકીય વિશ્લેષકોના મતે, રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને સંગઠનની મજબૂતીને કારણે ભાજપ આટલી મોટી લીડ મેળવવામાં સફળ રહ્યું છે.

જીત બાદ ભાવુક દ્રશ્યો
પરિણામ જાહેર થયા બાદ અને વિજયનું પ્રમાણપત્ર મેળવ્યા પછી હર્ષદ પરમાર અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા આ વિજય પોતાના સ્વર્ગસ્થ પિતા ગોવિંદ પરમારને સમર્પિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ જીત ઉમરેઠની જનતાની જીત છે અને મારા પિતાએ જોયેલા અધૂરા સપનાઓને પૂરા કરવા માટે હું કટિબદ્ધ છું."

આભાર દર્શન
હર્ષદ પરમારે આ વિજય બદલ આણંદ જિલ્લા ભાજપ સંગઠન, ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ અને ખાસ કરીને ઉમરેઠના દરેક મતદારોનો દિલથી આભાર માન્યો હતો. જીત બાદ કાર્યકરોએ વિજય સરઘસ કાઢી, ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો.