VIDEO/ આણંદ: દાવોલમાં કોંગ્રેસની વિજય યાત્રામાં હિંસા, જીતના જશ્ન વચ્ચે મકાનો બહાર આગચંપીથી ફફડાટ
સોર્સ : GSTV
આણંદ: આણંદ જિલ્લાના દાવોલ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જીતનો ઉત્સાહ હિંસક વળાંક લેતા ભારે તંગદિલી સર્જાઈ છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવારની વિજય યાત્રા દરમિયાન કાર્યકરો ભાન ભૂલ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
તાલુકાના દાવોલ ગામમાં કોંગ્રેસની જીત બાદ નીકળેલી વિજય યાત્રામાં સામેલ કેટલાક તોફાની તત્વો બેફામ બન્યા હતા. ઉત્સાહમાં આવેલા કાર્યકરોએ મકાનોની બહાર આગચંપી કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો હતો. જીત બાદ બેફામ બનેલા તત્વોની આ હરકતોને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
ચૂંટણી પરિણામો બાદ સર્જાયેલી આ અશાંતિને પગલે ગ્રામજનોએ જવાબદાર તોફાની તત્વો સામે તાત્કાલિક અને કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

