VIDEO: ખંભાત પંથકમાં તંત્રની બેદરકારીથી યુવકનું કરુણ મોત: કાંસની તૂટેલી દિવાલ બની જીવલેણ
સોર્સ : gstv
ખંભાત તાલુકાના ખાખસર ગામે કાંસની તૂટેલી સંરક્ષણ દિવાલ તંત્રની લાપરવાહીને કારણે એક હસતો-ખેલતો પરિવાર ઉજાડી ગઈ છે. રોહિણીથી ખાખસર તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાતા જાફરાબાદના 42 વર્ષીય વિનુભાઈ શંકરભાઈ હરિજનનું બાઈક સાથે કાંસમાં ખાબકવાથી કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, વિનુભાઈ સાસરીથી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે લાંબા સમયથી ક્ષતિગ્રસ્ત બનેલી કાંસની દિવાલને કારણે આ દુર્ઘટના ઘટી હતી. મોડી રાત્રે શોધખોળ દરમિયાન બાઈક મળી આવતા ફાયર બ્રિગેડ અને પોલીસે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વહેલી સવારે તેમનો નશ્વર દેહ મળી આવ્યો હતો. આ અકસ્માત બાદ સ્થાનિક તંત્રની ભારે બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો છે.

