VIDEO: ખંભાત દુષ્કર્મ કેસ: ભાજપ નેતા સહિત બે ઝડપાયા
સોર્સ : gstv
આણંદના ખંભાતમાં પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ભાજપના હોદ્દેદાર વિજયસિંહ ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવની ધરપકડ કરી છે. ઘટના બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે

