VIDEO: ખંભાતમાં ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સોર્સ : gstv
આણંદ જિલ્લાના ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ નદી સમાન બન્યા છે અને સામાન્ય જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે. શહેરના મોચીવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં પાણીના તેજ પ્રવાહમાં એક એક્ટિવા પણ તણાયું હતું અને અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.શાસ્ત્રીનગર, રાધારી તથા આંબાખાડ જેવા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

