Video: ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી, રાજ્યભરના સહેલાણીઓ ઉમટ્યા
સોર્સ : GSTV
નવાબી નગરી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકિનારે ઉત્તરાયણ પર્વ પછી આવતા રવિવારે દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ખંભાતના દરિયા કિનારે ઉજવાતા આ ઉતરાયણને એક પરંપરા ગણવામાં આવે છે. ગુજરાતભરના સહેલાણીઓ પણ આ પર્વની ઉજવણીનો હિસ્સો બનતા હોય છે. ખંભાતના દરિયા કિનારે રંગબેરંગી પતંગોનો નજારો, જ્યારે કલરફુલ વસ્ત્રોમાં સજ્જ યુવાઓ આ ઉત્સવના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

