Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Parents and teachers protest near primary school in Petlad

VIDEO: પેટલાદમાં પ્રાથમિક શાળા પાસે ગંદા પાણી ભરાતા વાલીઓ અને શિક્ષકોનો અનોખો વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લાના પેટલાદમાં ખોડીયાર ભાગોળ સ્થિત પ્રાથમિક શાળા બ્રાન્ચ નંબર ૬ પાસે વરસાદી અને ગટરનું ગંદુ પાણી ભરાતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ચોમાસા પૂર્વે નગરપાલિકાની કામગીરીના દાવાઓ વચ્ચે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. આચાર્ય દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ ન આવતા વાલીઓ અને શિક્ષકોએ ભરાયેલા પાણીમાં બેન્ચ ગોઠવીને બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર ૧ માં સત્તાપક્ષના ચાર કાઉન્સિલરો હોવા છતાં સમસ્યા યથાવત્ રહેતા તંત્ર સામે આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિકોએ બાળકોના આરોગ્યને ધ્યાને રાખીને ત્વરિત કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી છે.

App Store