Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Hit and run on Anand-Lambhavel road: A reckless car hit a pedestrian

VIDEO: Anand-લાંભવેલ રોડ પર હિટ એન્ડ રન; બેફામ કારે રાહદારીને અડફેટે લીધો, રાહદારીનું ઘટનાસ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આણંદ-લાંભવેલ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવતી એક કારે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ રાહદારી હવામાં ફંગોળાયા હતા અને બાજુમાંથી પસાર થતી અન્ય એક ગાડી સાથે જઈને અથડાયા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે રાહદારીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલત ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ  થતાં જ 108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.   

App Store