VIDEO: ખંભાતમાં ઔદ્યોગિક પ્રદૂષણથી ૭ પશુઓના મોત થતાં પશુપાલકોમાં ભારે રોષ
સોર્સ : gstv
આણંદના ખંભાત તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા ઝેરી પ્રદૂષણનો ત્રાસ હવે પશુઓ સુધી પહોંચ્યો હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. વટાદરા-વત્રા સીમમાં ઝેરી ગેસથી પક્ષીઓના મોત બાદ હવે વૈણજ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત દૂષિત પાણી પીવાથી ૭ પશુઓના ટપોટપ મોત થયા છે, જ્યારે ૧૫થી વધુ પશુઓની હાલત ગંભીર જણાતાં પશુપાલકોમાં ફાળ પડી છે. આ અગાઉ ભાલ વિસ્તારમાં ઝેરી ગેસના કારણે ૨૦૦થી વધુ પક્ષીઓના મોત અને ૫૦૦ વીઘાથી વધુ ડાંગરનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. પશુઓના મોતનું ચોક્કસ કારણ કેમિકલયુક્ત પાણી છે કે ઝેરી ગેસ, તે દિશામાં હાલ GPCBની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

