VIDEO: વિદ્યાનગરમાં ગોબરની ગંદકી મુદ્દે રહિશો અને પશુપાલકો વચ્ચે મારામારી
સોર્સ : gstv
આણંદના વિદ્યાનગર વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં પશુઓના ગોબરની ગંદકી અને દુર્ગંધને લઈને રહિશો અને પશુપાલકો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે એક જ સ્થળે ગોબર એકત્ર થવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને વરસાદી ઋતુમાં રોગચાળાનો ભય પણ વધ્યો છે. આ મુદ્દે રજૂઆત બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ધક્કામુક્કી અને મારામારી સુધી મામલો પહોંચ્યો. ઘટનામાં એક વરિષ્ઠ નાગરિકને ધક્કો મારાતા તેઓ જમીન પર પટકાયા હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

