VIDEO: આણંદ જિલ્લા પંચાયતના હોદ્દેદારની નિમણૂકમાં ભાજપને મોટો ઝટકો, ચૂંટણી જીતી છતાં કોંગ્રેસનો પ્રમુખ બનશે, જાણો કેવી રીતે?
સોર્સ : gstv
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂકમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અનુસૂચિત જનજાતિ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુરીબેનનું ફોર્મ જાતિ પ્રમાણપત્ર અમાન્ય થવાને કારણે નામંજૂર થઈ ગયું છે. ગઢ જીત્યો પણ ઘર હાર્યું જેવી સ્થિતિ સર્જાઈ છે. સારસા બેઠક પરથી વિજેતા મયુરીબેનનો ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તળવીને બિનહરીફ જાહેર કરવામાં આવશે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ પર કોંગ્રેસના ગૌરીબેન તળવી વિજેતા થવાની સંભાવના છે. આ ઘટનાથી ભાજપમાં નારાજગી જોવા મળી છે.

