VIDEO: ગુજરાત ઉમરેઠ વિધાનસભા માટે BJPએ ઉમેદવારની કરી સત્તાવાર જાહેરાત
ગુજરાતમાં આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ ગોવિંદભાઈ પરમારને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
પિતાના અવસાન બાદ પુત્રને મળી ટિકિટ
મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા પેટાચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટિકિટની જાહેરાત થતા જ ઉમરેઠ પંથકમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની પેટા ચૂંટણીની તમામ વિગતો
ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 30.03.2026 (સોમવાર)
ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06.04.2026 (સોમવાર)
ઉમેદવારની ચકાસણી કરવાની તારીખ: 07.04.2026 (મંગળવાર)
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 09.04.2026 (ગુરુવાર)
મતદાનની તારીખ: 23.04.2026 (ગુરુવાર)
ચૂંટણી પરિણામ (મતગણતરી) તારીખ: 04.05.2026 (મંગળવાર)

