Video: આણંદમાં વર્ષો જૂના દબાણો પર મનપાની કાર્યવાહી, ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર
સોર્સ : GSTV
આણંદના વર્ષો જુના દબાણો પર મનપાએ બુલડોઝરની કાર્યવાહી કરી છે. રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેન્ડની વચ્ચે આવેલ રાજા રણછોડ માર્કેટ પર પાલિકાનું બુલડોઝર ચાલ્યું છે. 50 વર્ષ જુના ગેરકાયદેસર દબાણો પર મનપાએ લાલ આંખ કરી છે. અનેક નોટિસો આપી હોવા છતાં દબાણકારો દબાણ હટાવતા ન હતા, જે બાદ અંદાજીત 85થી વધુ દબાણોને દૂર કરવા મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.

