VIDEO: Anand-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ
સોર્સ : gstv
નવી રચાયેલી આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ શરૂ થઈ છે. મનપાના માત્ર 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં 380થી વધુ દાવેદારો મેદાને ઉતર્યા છે. સરેરાશ એક વોર્ડ દીઠ 30 જેટલા મુરતિયાઓએ દાવેદારી નોંધાવતા પક્ષમાં આંતરિક સ્પર્ધા તેજ બની છે. પ્રથમ વખત યોજાનારી આ મનપા ચૂંટણીમાં ઉમેદવારોના ભારે ઉત્સાહને જોતા આગામી સમયમાં ટિકિટની વહેંચણી ભાજપ મોવડીમંડળ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.

